નાણાં મંત્રાલય અને જાહેર ક્ષેત્રની બૅન્કોના વડાઓની 19 સપ્ટે. મિટિંગ

નવી દિલ્હી, તા. 14 : કન્ઝયુમરની માગને વેગ આપવા નાણામંત્રાલયે એસબીઆઈ, પંજાબ નેશનલ બૅન્ક સહિતની સરકારી બૅન્કોના વડા સાથે 19 સપ્ટેમ્બરના મિટિંગનું આયોજન કર્યું છે. જેમાં વિશેષ તો બૅન્કોએ રેપો દરમાં કાપના લાભ ગ્રાહકોને પસાર કર્યા છે કે નહીં તેની તપાસણી કરાશે એમ સુમાહિતગાર સાધનો દ્વારા જાણવા મળે છે.
નાણામંત્રાલયના સચિવ રાજીવ કુમાર જાહેર ક્ષેત્રની બૅન્કોની પ્રગતિની સમીક્ષા કરશે. જેમાં વિશેષ તો રેપો દર સાથે લોન પ્રોડકટ્સથી સાંકળતા મુદ્દાઓની છણાવટ થશે. વધુમાં નાના બિઝનેસ તથા વેપારીઓને ધિરાણ વિતરણ કેટલું અને કેવી રીતે કરી રહેલ છે તેની નોંધ લેશે. વધુમાં ધિરાણો કેટલાં અને કેવી રીતે વધારવાં માટે નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ સાથેના સહયોગની ચકાસણી કરાશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલા કેટલાંક આર્થિક પગલાંની પ્રગતિ અંગેના મુદ્દા પણ ધ્યાન પર લેવાથી તેની સમીક્ષા કરાશે. વધુમાં બૅન્કો દ્વારા રાજ્ય/વિભાગીય/બ્રાન્ચ સ્તરે કામગીરીના વિશ્લેષણો વિશે ચર્ચા થશે. વધુમાં બજેટમાં જેની જાહેરાત થઈ હતી તે એનબીએફસીની અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓની રૂા. 1 લાખ કરોડ સુધીની અસ્કયામતની પણ ચકાસણી થશે. વધુમાં બૅન્કની રાજ્ય/ વિભાગીય/શાખા સ્તર સુધીનાની કામગીરીનું વિશ્લેષણ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer