મુંબઈ પોલીસે પ્રથમવાર ઉપયોગ કર્યો એન્ટિડ્રોન સિસ્ટમનો

મુંબઈ, તા. 14 : ગુરુવારે ગણેશ વિસર્જનના દિવસે મુંબઈ પોલીસે પ્રથમવાર જ એન્ટિડ્રોન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આ સિસ્ટમથી અમુક ખાસ ફ્રિકવન્સી પર ઉડતા ડ્રોનને નિક્રિય બનાવી
શકાય છે.
ગુરુવારે આખો દિવસ અને શુક્રવારે સવારે આ એન્ટિડ્રોન સિસ્ટમ કાર્યરત હતી. ગિરગામ ચોપાટી અને અન્ય અમુક સ્થળે એને ગોઠવવામાં આવી હતી.
આ સિસ્ટમને સિંગાપોરની કંપની પાસેથી ખરીદવામાં આવી છે. વિસર્જનના દિવસે પહેલાં આ સિસ્ટમનો અખતરો કરાયો હતો. આ અખતરા વખતે મુંબઈ પોલીસના કમિશનર સહિત ટોપના પોલીસ અફસરો પણ હાજર હતા.
આ સિવાય વિસર્જન યાત્રા પર નજર રાખવા પોલીસે છ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.
મુંબઈ શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા શહેરમાં 5000 વધુ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવશે. એ સાથે મુંબઈમાં ગોઠવવામાં આવેલ સીસીટીવી કૅમેરાની સંખ્યા 11 હજારની થઈ જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer