આજે અને આવતી કાલે પણ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે અને આવતી કાલે પણ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
મુંબઈ,  તા. 7 : મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારમાં  છેલ્લા એક અઠવાડિયાથી લગભગ સતત વરસાદ ચાલુ જ છે  અને હવે રવિવારે તેમ જ સોમવારે પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી વેધશાળાએ કરી છે. કોલાબા વેધશાળાએ આપેલી માહિતી મુજબ, શનિવાર સવારે પુરા થયેલા ચોવીસ કલાકમાં 70 મિલીમીટર એટલે કે લગભગ 3 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. 
વેધશાળાએ કરેલી આગાહી પ્રમાણે, રવિવારે અને સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 
શનિવારે શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદની અસર ટ્રાફિક પર બહુ જોવા મળી નહોતી. પશ્ચિમ અને પૂર્વ પરાંમા વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો હતો. 
તળમુંબઈમાં સવારના સાડા આઠથી રાતના સાડા આઠ વાગ્યા સુધી 53.2 મિલીમીટર (2.1 ઇંચ) તથા પરાંમાં આ જ સમયગાળામાં 59.2 મિલીમીટર (2.3 ઇંચ) વરસાદ પડયો હતો. કોલાબામાં કુલ વરસાદ 2258.6 અને સાંતાક્રુઝમાં 3146.1 મિલીમીટર નોંધાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer