છેલ્લા છ દાયકામાં 109 મૂન મિશનમાં મળી 60 ટકા સફળતા નાસા

છેલ્લા છ દાયકામાં 109 મૂન મિશનમાં મળી 60 ટકા સફળતા નાસા
બેંગલોર, તા. 7 : ચંદ્રયાન-2ની અસફળતાથી સમગ્ર દેશમાં ગમગીની છે. બધાના મનમાં બસ એક જ સવાલ ઊઠી રહ્યો છે કે, આ મિશનમાં ક્યાં ચૂક થઈ ગઈ ?
આ વચ્ચે અમેરિકી એજન્સી નાસાના આંકડા પર નજર નાખવામાં આવે તો છેલ્લા છ દાયકામાં `મૂનમિશન'માં સફળતા 60 ટકા મળી છે.
નાસાના જણાવ્યા મુજબ આ દરમ્યાન 109 ચંદ્ર મિશન શરૂ કરવામાં આવ્યા, જેમાં 61 સફળ થયા અને 48 અસફળ રહ્યા.
ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દ્વારા ચંદ્રમાની ભૂમિ પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને ઊતરવાનું અભિયાન શનિવારે પોતાના નક્કી એજન્ડા મુજબ પૂરું ન થઈ શક્યું. લેન્ડરનો અંતિમ સમયમાં જમીન સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો. ઈસરોના અધિકારીઓના જણાવ્યા મુજબ ચંદ્રયાન-2નું ઓર્બિટર પૂર્ણ સુરક્ષિત છે અને યોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ દ્વારા પણ ફેબ્રુઆરી-2018માં ચંદ્ર મિશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે એપ્રિલમાં નષ્ટ થઈ ગયું.
નાસાના જણાવ્યા મુજબ, વર્ષ 1958થી 2019 સુધી ભારતની સાથે જ અમેરિકા, સોવિયેત સંઘ (રશિયા), જાપાન, યુરોપીય સંઘ, ચીન અને ઈઝરાયલે વિભિન્ન ચંદ્ર અભિયાનોની શરૂઆત કરી હતી. પહેલી ચંદ્ર અભિયાનની યોજના અમેરિકાએ 17મી ઓગસ્ટ 1958માં બનાવી, પરંતુ પાયોનિયરને છોડવાનું અસફળ રહ્યું.
પહેલું સફળ ચંદ્ર અભિયાન ચોથી જાન્યુઆરી, 1959માં સોવિયેત સંઘનું લુના-1 હતું. આ સફળતા છઠ્ઠા ચંદ્ર મિશનમાં મળી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer