આવતી કાલથી મુંબઈગરાઓ માટે 24 બગીચાના દરવાજા

આવતી કાલથી મુંબઈગરાઓ માટે 24 બગીચાના દરવાજા
ચોવીસે કલાક ખુલ્લા રહેશે 

મુંબઈ, તા.7 : દેશમાં સૌથી વધુ સાડા સાતસો ઉદ્યાન (બગીચા)ની દેખભાળ અને નિયમન કરતી મુંબઈ મહાપાલિકાએ હવે શહેરના 24 બગીચાઓ ચોવીસે કલાક ખુલા રાખવાની જાહેરાત કરી છે. પાલિકાની અખબારી યાદી પ્રમાણે મુંબઈગરાઓની આ સંબંધી માગણી સંબંધે સકારાત્મક વિચારણા કરીને તેમ જ નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે બગીચા કેટલા ઉપયોગી છે, તેને ધ્યાનમાં લઇને પાલિકાએ શહેરના ચોવીસ બગીચા ચોવીસે કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. પાલિકા કમિશનર પ્રવિણ પરદેસીએ આ નિર્ણય સાથે જ પાલિકાના કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જે બગીચા ચોવીસે કલાક ખુલ્લા રહેશે તેની જાળવણી અને સફાઇ સહિતની નાની-મોટી કામગીરી માટે પણ આ બગીચાઓના દરવાજા બંધ ન કરવા. આવતી કાલે સોમવારથી આ યોજનાનો અમલ શરૂ કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer