ગુજરાત રમખાણના ચહેરા અશોક પરમાર અને કુતુબુદ્દીન અન્સારીએ

ગુજરાત રમખાણના ચહેરા અશોક પરમાર અને કુતુબુદ્દીન અન્સારીએ
કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયુ!

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : માથા પર કેસરી કપડું બાંધીને અને હાથમાં લાકડી લઇને અશોક પરમાર અને લાચાર સ્થિતિમાં કુતુબુદ્દીન અન્સારી 2002ના ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયા હતા ત્યારે શુક્રવારે અશોક પરમારની ફૂટવેર શોપ એકતા ચંપલનું અન્સારીએ ઉદ્દઘાટન કર્યું હતું. 2014માં તેમની મિત્રતા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત બંને સાંપ્રદાયિક સુમેળના કાર્યક્રમના મંચ પર સાથે આવ્યા હતા. 
મહત્ત્વનું છે કે, 17 વર્ષ પહેલા 45 વર્ષીય  અશોક  પરમારનો ચહેરો  2002ના ગુજરાત રમખાણોનું પ્રતીક બની ગયો હતો. તે સમયે માથા પર કેસરી કપડું બાંધીને અને હાથમાં લાકડી લઇને અશોક પરમારની તોફાનોની ભયાનકતા કહેવા માટે અશોક પરમારની આંખો પૂરતી હતી. આ જ સમયે કુતુબુદ્દીન અન્સારીની રડતી આંખો અને હાથ જોડીને જોઇને બધા કંપી ઉઠયા હતાં. 
દરમિયાન, શુક્રવારે દિલ્હી દરવાજા વિસ્તારમાં અશોક પરમારની નવી દુકાન પર આ બન્ને ચહેરા હસતા જોવા મળ્યાં હતાં. અશોક પરમાર મોચી છે જ્યારે તે 10માં ધોરણમાં હતા ત્યારે તેમને પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતાં. ત્યારબાદ પિતાના વ્યવસાયને જાળવી રાખવા માટે સ્કૂલ છોડવી પડી હતી. તે અવિવાહિત છે.  2014ની ચૂંટણી પહેલા કેરળના કલિમ સિદ્દીકીએ તેમને તેમના રાજ્યમાં સીપીએમ પાર્ટીના પ્રચાર માટે લઈ ગયા ત્યારે અશોક પરમારનું જીવન બદલાઈ ગયું. સીપીએમના નેતા પી. જયરાજને તેમની આર્થિક મદદ કરવા સાથે તેમને નોકરી આપવાની ઓફર પણ કરી, જેનો અશોક પરમારે અસ્વીકાર કરી દીધો કે કેરળ નહીં જવાનું નક્કી કર્યું. 
અશોક પરમારને કુતુબુદ્દીન અન્સારીના સંઘર્ષો વિશે પણ જાણ હતી. જ્યારે તે બંગાળમાં સીપીએમ નેતા મોહમ્મદ સલીમના સહયોગથી પરિવારની સાથે ઘણા દિવસ કોલકાતા રહેવા ગયા હતા પણ તેમને સારું ના લાગ્યું અને ઘણા વર્ષો પછી પરિવારની સાથે તેમણે અમદાવાદ પરત ફરવાનો વિકલ્પ પસંદ કર્યો, હાલમાં અન્સારી સિલાઈ કામ કરે છે.  અશોક પરમાર અને અન્સારી વર્ષોથી એક-બીજાના સંપર્કમાં છે. શુક્રવારે જ્યારે બન્ને મિત્રો ફરી મળ્યા તો ઘણી જૂની વોતા યાદ કરી હતી ત્યારે અન્સારીએ કહ્યું કે હું ખુબ ખુશ છું કે અશોકભાઈના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે. બન્નેનું માનવું છે કે, 2002ની ભયાનકતા ભૂલી જવુ વધુ સારું છે. આગળ વધવાનો એકમાત્ર વિક્લ્પ એકતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer