જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા રેસર બની હુમૈરા મુશ્તાક

જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા રેસર બની હુમૈરા મુશ્તાક
નવી દિલ્હી, તા. 7 : જમ્મુ કાશ્મીરને ક્યારેય મોટર સ્પોર્ટસ સાથે જોડીને નથી જોવાતું. તેમાં પણ રાજ્યની મહિલાઓની વાત આવે તો આ વિચાર થોડો વધારે મુશ્કેલ બને છે. જો કે હુમૈરા મુસ્તાકે રૂઢિવાદી વિચારધારા તોડી છે અને કાશ્મીરની પહેલી મહિલા રેસર બની છે. હુમૈરાએ થોડા સમય અગાઉ જ જેકે ટાયર નેશનલ રેંિસંગ ચેમ્પિયનશિપમાં ડેબ્યુ કર્યું હતું. 
જમ્મુમાં રહેતી 23 વર્ષિય હુમૈરા સચિવ તેંડુલકરની ફેન છે. હુમૈરા માને છે કે રાજ્યમાં લોકોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. એક અખબાર સાથેની વાતચીતમાં હુમૈરાએ કહ્યું હતું કે, તમે ક્યાં અને કેવી રીતે રહો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. હુમૈરાએ ઉમેર્યું હતું કે, જમ્મુ કાશ્મીરને લોકોએ અલગ હિસ્સો સમજવો ન જોઈએ તે પણ ભારતનો જ એક ભાગ છે. આ સાથે હુમૈરાએ પૂરા કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડેન્ટિસ્ટનો અભ્યાસ કરી રહેલી હુમૈરા રેસિંગમાં જુસ્સો ધરાવે છે અને આ ક્ષેત્રને પ્રોફેશનલી અપનાવવા માગે છે.હુમૈરાએ પાયલોટની તાલિમ પણ લીધી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer