ચાર દડામાં ચાર વિકેટ મલિંગાએ વિક્રમ દોહરાવ્યો

ચાર દડામાં ચાર વિકેટ મલિંગાએ વિક્રમ દોહરાવ્યો
ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટની સિદ્ધિ પણ મેળવી

પલ્લેકેલ, તા. 7 : અહીં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકાના પીઢ બોલર લસિથ મલિંગાએ ચાર દડામાં ચાર વિકેટ ખેરવવાનું પરાક્રમ કર્યું. ઉલ્લેખનીય છે કે 2007ના વર્લ્ડ કપમાં પણ મલિંગાએ દક્ષિણ આફ્રિકા સામે ચાર દડામાં ચાર વિકેટ ખેરવવાનો વિશ્વવિક્રમ કર્યો હતો. આમ વન-ડે અને ટી-20 બંનેમાં મલિંગાએ રેકોર્ડ કર્યો છે.
મલિંગાએ 6 રનમાં પાંચ વિકેટ ઝડપી અને લંકાની 37 રને જીત થઇ હતી. મલિંગાએ ત્રીજી ઓવરમાં ત્રીજા દડામાં કોલિન મનરો, ચોથા દડામાં હમીશ રૂધરફોર્ડ, પાંચમા દડામાં કોલિન ડિ ગ્રાન્ડહોમ અને છઠ્ઠા દડામાં રોસ ટેલરની વિકેટ ખેરવી હતી. મલિંગાએ એ સાથે જ ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.
મેચ બાદ મલિંગાએ કહ્યું હતું કે મારી બોલિંગ બહુ જટિલ નથી, યોર્કર દડા મારું હથિયાર છે અને મેં તેનો ઉપયોગ કર્યો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer