યુએસ ઓપન ફાઈનલમાં નડાલ અને મેદવેદેવ વચ્ચે ટક્કર

યુએસ ઓપન ફાઈનલમાં નડાલ અને મેદવેદેવ વચ્ચે ટક્કર
બેરેટિનીને 7-6, 6-4, 6-1થી હરાવી બનાવી ખિતાબી મુકાબલામાં જગ્યા

ન્યૂ યોર્ક, તા. 7 : સ્પેનના દિગ્ગજ રાફેલ નાડાલે પોતાની કારકિર્દીના 19મા ગ્રાન્ડસ્લેમ તરફનું અભિયાન જારી રાખ્યું છે. નાડાલે સેમીફાઈનલમાં ઈટાલીના માતિયો બેરેટનીને હરાવીને પાંચમી વખત યુએસ ઓપનના ખિતાબી મુકાબલામાં જગ્યા બનાવી છે. નાડાલે બેરેટિનીને 7-6, 6-4, 6-1થી હરાવ્યો હતો.
ફાઈનલમાં હવે નાડાલની ટક્કર રશિયાના દાનિલ મેદવેદેવ સામે થશે. જેણે બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવને 7-6, 6-4, 6-3થી હરાવ્યો હતો. જો નાડાલ ખિતાબ જીતવામાં સફળ રહેશે તો તે પોતાની કારકિર્દીમાં ચોથી વખત યુએસ ઓપન ચેમ્પિયન બનશે. નાડાલથી વધારે ગ્રાન્ડસ્લેમ સ્વિત્ઝરલેન્ડના દિગ્ગજ રોજર ફેડરરે જીત્યા છે. નાડાલે સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ કહ્યું હતું કે, ખિતાબી મુકાબલામાં પહોંચવાથી પોતે ખુશ છે કારણ કે સિઝનની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ 23 વર્ષિય મેદવેદેવનો આ પહેલો ગ્રાન્ડસ્લેમ ફાઈનલ બની રહેશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer