ઘરેલુ હિંસા મામલે શમી અમેરિકી વકીલના સંપર્કમાં

ઘરેલુ હિંસા મામલે શમી અમેરિકી વકીલના સંપર્કમાં
નવી દિલ્હી, તા. 7 : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સમાપ્ત થયા બાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી અમેરિકા પહોંચ્યો છે અને હવે બીસીસીઆઈ સાથ પોતાના અમેરિકી વકીલના પણ સંપર્કમાં છે. કોલકાતાની અલીપુર અદાલતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સામે ઘરેલુ હિંસાના મામલામાં ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. શમી ઉપર તેની પત્ની હસીન જહાંએ આરોપ મુક્યો હતો. અદાલતે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા અને જામીન અરજી કરવા આદેશ આપ્યો છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે શમી 12 સપ્ટેમ્બરના રોજ ભારત પરત ફરશે. આ સમયે શમી પોતાના વકીલ સલીમ રહેમાનના સંપર્કમાં છે. શમીએ ધરપકડ વોરન્ટ અંગે બોર્ડને પણ જાણ કરી છે. શમીના વકીલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે ધરપકડ વોરન્ટ જારી થયું નથી શમીને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer