ખુલ્લા પગે ખેતરમાં કામ કરવાથી ઈસરો ચીફ સુધીની સિવનની સફર

નવી દિલ્હી, તા. 7 : ચંદ્રયાન-2 મિશનમાં લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ તમામ દેશવાસીઓ દ્વારા ઈસરો પ્રમુખ સિવન અને તેમની ટીમના પ્રયાસ અને જુસ્સા ઉપર ગર્વ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઈસરોનો વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ ઈસરોના પ્રમુખ સિવન ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડયા હતા અને પીએમએ તેમને સાંત્વના આપી હતી.  અગાઉ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ તરફથી ઈસરોને કહ્યું હતું કે, દેશને ઈસરો ઉપર વિશ્વાસ છે અને ભવિષ્યમાં ઈસરો વધુને વધુ સફળતા મેળવશે તેવો પૂરો ભરોસો છે. કારણ કે ખુદ ઈસરોના પ્રમુખ સિવન ભારે પડકારોનો સામનો કરીને ઈસરો સુધી પહોંચ્યા છે અને દેશના સપના પૂરા કરવાના અથાગ પ્રયાસ કરી રહ્યા છે. 
તમિલનાડુના સરક્કાલવિલય ગામના ખેડૂતને ત્યાં જન્મેલા સિવને ખુલ્લા પગે પિતાના ખેતરમાં કામ કરવાથી લઈને ઈસરોના પ્રમુખ સુધીની સફર કરી છે.  સિવન પોતાના પરિવારના પહેલા ગ્રેજ્યુએટ છે. સિવનના ભાઈ અને બે બહેન આર્થિક સ્થિતિના કારણે વધુ અભ્યાસ કરી શક્યા નહોતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer