વિદેશી હૂંડિયામણની અનામત ઘટી 428.604 અબજ ડૉલર

મુંબઈ, તા. 7 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 30 અૉગસ્ટ, '19ના પૂરા થયેલા સપ્તાહ માટે 4460 લાખ ડૉલર ઘટીને 428.604 અબજ ડૉલર રહી હતી. વિદેશી ચલણોની અસ્કયામત સૂચિત સપ્તાહ માટે 1.12 અબજ ડૉલર ઘટીને 396.095 અબજ ડૉલરની હતી, તો સોનાની અનામત 6820 લાખ ડૉલર વધીને 27.550 અબજ ડૉલરની નોંધાઈ હતી. વિદેશી ચલણોની અસ્કયામત અનામતનો મુખ્ય હિસ્સો મનાય છે. જેની આરબીઆઈના વિદેશી ચલણના લે-વેચ, વિદેશી હૂંડિયામણની અનામતના અન્યત્ર રોકાણ થકીની આવક, અસ્કયામતોના પુન: મૂલ્યાંકન પરથી ગણતરી થાય છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)માં અનામતની સ્થિતિ 50 લાખ ડૉલર ઘટીને 3.617 અબજ ડૉલરની હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer