મુશળધાર વરસાદમાં 16 કલાક ટ્રેક પર ઊભા રહીને ફરજ બજાવી

રેલવે એન્જિનિયરની પ્રશંસા કરી પીયૂષ ગોયલે
 
મુંબઈ, તા. 7 : બુધવારે મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને લીધે લાઈફલાઈન લોકલ અટકી પડી હતી. દરમિયાન રેલવે એન્જિનિયર હરીશ રાઠોડે વરસતા વરસાદમાં સતત 16 કલાક ઊભા રહીને અંધેરી અને વસઈ વચ્ચે પાટા પરના પાણીના સ્તરની માહિતી પાલિકાને અને રેલવે કન્ટ્રોલ રૂમને આપી હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. રેલવે ટ્રેકની સીમા પરથી કેટલું પાણી પંપ દ્વારા બહાર કાઢવામાં આવ્યું અને કેટલા પાણીનો સંચય થયો છે તેની માહિતી હરીશ પાલિકાને સતત આપી રહ્યા હતાં. રેલવે અધિકારીઓ પ્રવાસીઓની સલામતી માટે કેટલા સજાગ છે તેનું હરિશ જીવંત ઉદાહરણ છે, તેમ કહીને રેલવે પ્રધાન પીયૂષ ગોયલે મહેનતું એન્જિનિયરની પ્રશંસા કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer