વરસાદને લીધે વડા પ્રધાનના કાર્યક્રમનું સ્થળ બદલાયું

મુંબઈ, તા. 7 : ભારે વરસાદ પડવાની આશંકાને લીધે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેટ્રો ભૂમિપૂજનના સ્થળમાં ફેરફાર કરાયો હતો. અગાઉ આ કાર્યક્રમ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજવાનો હતો, પરંતુ વરસાદની આશંકાને લીધે સ્થળ છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યું હતું. કાર્યક્રમ ભારતના સૌથી તવંગર વ્યક્તિ મુકેશ અંબાણીએ બાંધેલા `િજઓ વર્લ્ડ સેન્ટર'માં યોજાયો હતો. એમએમઆરડીએ ગ્રાઉન્ડની ક્ષમતા એક લાખની છે જ્યારે જિઓ સેન્ટરની ક્ષમતા 15,000ની છે. આ વર્ષે માર્ચમાં અંબાણીના પુત્ર આકાશના આ સેન્ટરમાં લગ્ન થયાં હતાં. અંબાણી ભવિષ્યમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેટનું વડું મથક બીકેસીમાં ખસેડવા માગે છે. આ અઠવાડિયે બુધવારે ભારે વરસાદને લીધે મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું. આજે પણ મુંબઈમાં ધોધમાર વરસાદ પડયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer