હર ઘર જલ યોજના માટે કેન્દ્ર પાંચ વર્ષમાં 3.5 લાખ કરોડ રૂપિયા ફાળવશે મોદી

ઔરંગાબાદ, તા.7 (પીટીઆઇ) : વર્ષ 2024 સુધીમાં દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇનના માધ્યમથી પીવાનું પાણી પહોંચાડવાની હર ઘર જલ યોજના માટે કેન્દ્ર સરકાર જલ જીવન મિશન અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 3.5 લાખ કરોડ રૂપિયા ફાળવશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઔરંગાબાદમાં જણાવ્યું હતું.  વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મહાન સમાજવાદી વિચારક દિવંગત રામ મનોહર લોહિયાનું સપનું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ જળ અને ટોઇલેટની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ. સરકાર લોહિયાનું આ સપનું પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે આ યોજના રાહતરૂપ નિવડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer