MMRDA રાહુલ શેવાળેનું નામ ઇન્વિટેશન કાર્ડમાં લખવાનું ભૂલી ગઈ !

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ મેટ્રોના ભૂમિપૂજનના આમંત્રણ પત્રિકામાં મોટી ભૂલ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેટ્રો કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેનું નામ જ નહોતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈ દક્ષિણ મધ્યના સાંસદ રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમએમઆરડીએના અધિકારીઓને ફરિયાદ કરી હતી કે આમંત્રિતોની યાદીમાં મારું નામ નથી.
સૂત્રોએ કહ્યું હતું કે અૉથોરિટીએ સંસદસભ્યની માફી માગીને શુક્રવારે રાત્રે મોડેથી આમંત્રણ પત્રિકાની ભૂલ સુધારીને ફરી છાપી હતી.
મોદીએ શનિવારે ત્રણ મેટ્રો લાઇનનું ભૂમિપૂજન કર્યું હતું. નવી મેટ્રો લાઇનનો અમુક ભાગ શેવાળેના મતદાર ક્ષેત્રમાંથી પસાર થાય છે.
ભૂલ સુધારી લેવાથી શેવાળેએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં જિઓ વર્લ્ડ સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અને એમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનડીએના સાથીપક્ષ આરપીઆઈના કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે મંચ પર બિરાજમાન હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer