દિલ્હી એઈમ્સમાં ભીષણ આગ કોઈ જાનહાનિ નહીં

દિલ્હી એઈમ્સમાં ભીષણ આગ કોઈ જાનહાનિ નહીં
નવી દિલ્હી, તા. 17 : દિલ્હીની એઈમ્સમાં એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગ ઈમરજન્સી વોર્ડ પાસે આવેલા ટીચિંગ બ્લોક પાસે પહેલા અને બીજા માળમાં લાગી હતી. જ્યારે ધુમાડોપાંચમા માળ ઉપર પણ જોવા મળ્યો હતો. આગને કાબૂમાં કરવા માટે ફાયરબ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સુરક્ષાને ધ્યાને લઈને ઈમરજન્સી વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer