દૂરદર્શનનાં પ્રખ્યાત એન્કર નીલમ શર્માનું નિધન

દૂરદર્શનનાં પ્રખ્યાત એન્કર નીલમ શર્માનું નિધન
નવી દિલ્હી, તા. 17 : દૂરદર્શનના જાણીતા એન્કર નીલમ શર્માનું નિધન થયું છે. દૂરદર્શને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપરથી નીલમના નિધનની માહિતી જારી કરી હતી. નીલમ શર્મા દૂરદર્શનનો એક જાણીતો ચહેરો હતા. તેમના નિધન ઉપર દૂરદર્શને શોક વ્યક્ત કર્યો હતો. કહેવાઇ રહ્યું છે કે નીલમ શર્મા કેન્સરથી પીડિત હતા. નીલમ શર્મા 20 વર્ષથી દૂરદર્શન સાથે જોડાયેલા હતા. તેઓને માર્ચ મહિનામાં જ નારી શક્તિનું સન્માન મળ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ ઘણા પુરસ્કારોથી નીલમ શર્માનું સન્માન થઈ ચુક્યું છે. 20 વર્ષની કારકિર્દીમાં નીલમ શર્માએ તેજસ્વિનીથી લઈને બડી ચર્ચા જેવા લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer