ભારત અને ભુતાન વચ્ચે થયા 10 મહત્ત્વના કરાર

ભારત અને ભુતાન વચ્ચે થયા 10 મહત્ત્વના કરાર
થિંપુમાં વડા પ્રધાન મોદીએ પાડોશી દેશના કર્યા વખાણ
 
થિંપુ, તા. 17 : ભારત અને ભુતાન વચ્ચે શનિવારે દિલ્હી અને શિંપુ વચ્ચે હાઈડ્રો પાવર તેમજ શિક્ષણ સહિત દસ મહત્ત્વનાં ક્ષેત્રોના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જ્યાં વિકાસને હેપ્પીનેસ એટલે કે, આનંદથી મપાતો હોય તેવો ભુતાન જેવો પાડોશી કોણ ન ઈચ્છે.
ભુતાનના વડાપ્રધાન ડો. લોટે શેરિંગે કહ્યું હતું કે, બન્ને દેશ મિત્રતાની સાચી પરિભાષા પર ખરા ઊતર્યા છે, તે વાતના ગર્વ સાથે ખુશી છે.
મને આશા છે કે, ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કરવામાં હાઈડ્રો પાવર સહયોગી થશે તેવું તેમણે ઉમેર્યું હતું.
મોદી અને શેરિંગે સિમતોખા જોન્ગમાં ભારતના નેશનલ નોલેજ નેટવર્ક અને ભુતાનના ડ્રુકા રિસર્ચ ફાઉન્ડેશન નેટવર્ક વચ્ચે આંતર જોડાણનું સંયુક્ત ઉદ્ઘાટન કર્યું હતું.
સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ મોદીએ સિમતોખા જોન્ગમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યાબાદ બૌદ્ધ ભિક્ષુકોને મળ્યા હતા.
અગાઉ, આજે સવારે પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા ભારતના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત ભુતાની વડાપ્રધાન શેરિંગે કર્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સાથે રસ્તા પર લોકોએ ઊમટીને સ્વાગત કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer