કેવડિયા નજીક ગુજરાતનાં પ્રથમ રિવર રાફાટિંગ એડવેન્ચરનો પ્રારંભ

કેવડિયા નજીક ગુજરાતનાં પ્રથમ રિવર રાફાટિંગ એડવેન્ચરનો પ્રારંભ
દિવાળી સુધીમાં કેવડિયાને બહુઆયામી પ્રવાસન ધામ બનાવવાનું લક્ષ્ય: રૂપાણી

વડોદરા, તા,17:  આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેથી  1લી સપ્ટેમ્બરથી રીવર રાફટીંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે એમ કેવડીયા નજીક ખલવાની ખાતે
પશ્વિમ ભારતની પ્રથમ રીવર રાફટીંગ સુવિધાનો પ્રારંભ કરતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ હતું કે, જીઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરમાં ફ્રી વાઇફાઇ સેવા શરુ કરાવી છે ! અહી વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે ! જેમા વિશ્વ આખાના વનસ્પતિ વૈવિધ્ય જોવા મળશે ! બટર ફલાય પાર્ક પંતગિયાના આનંદ દર્શન થશે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે દુનિયાભરમાં રીવર રાફાટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના  પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફાટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. નદીના વળાંકોને લીધે રાફાટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે.
કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે. કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રી દર્શન કરી શકશે. તા.15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે. વિશ્વ કક્ષાના બનનારા આ પ્રવાસન ધામમાં પ્રવાસીઓ બાળકો સાથે સહ પરિવાર આવે અને 3 દિવસનું રોકાણ કરી વિવિધતાસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
મુખ્યપ્રધાને તેમની  કેવડીયાની આજની મુલાકાત દરમિયાન એસઓયુ ખાતે ફ્રી વાઇફાઈ સેવાનો પ્રારંભ  કરી મ્યુઝિયમ ખાતે આદિવાસી સંસ્કૃતિને  લગતુ પ્રદર્શન નિહાળ્યા બાદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની વ્યુઇગ ગેલેરી   ખાતેથી પ્રાકૃતિક નજારો  નિહાળ્યો હતો. ત્યારબાદ   વિશ્વ વન, ખલવાની  રિવર રાફટીંગ, જંગલ સફારી પાર્ક, ડાયનાસોર પાર્ક, નર્મદા  ડેમ, કેકટસ ગાર્ડન, પતંગિયા ગાર્ડન,  એકતા નર્સરી  વગેરે  જેવા વિવિધ  પ્રોજેક્ટની લાકાત લઇ પ્રગતિ  હેઠળની કામગીરીનું  નિરીક્ષણ  કર્યું  હતું  અને  સ્થળ પર  અધિકારીઓને જરૂરી સૂચના અને  માર્ગદર્શન પુરુ પાડયું  હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer