ઋત્વિક રોશન દુનિયાનો સૌથી હેન્ડસમ પુરુષ

ઋત્વિક રોશન દુનિયાનો સૌથી હેન્ડસમ પુરુષ
વૈશ્વિક સૂચિમાં મેળવ્યું ટોચનું સ્થાન : ક્રિસ ઇવાન, બેકહમ જેવા સિતારાને રાખ્યા પાછળ

નવી દિલ્હી, તા. 17 : બોલીવૂડના `ગ્રીક ગોડ' કહેવાતા ઋત્વિક રોશન દુનિયાના સૌથી હેન્ડસમ પુરુષોની સૂચિમાં ટોચના ક્રમે પહોંચ્યો છે. આ સૂચિમાં પહેલા ક્રમે રહેવા માટે ઋત્વિકે ક્રિસ ઈવાન, ડેવિડ બેકહમ, રોબર્ટ પેટિન્સન જેવા સિતારાઓને પાછળ રાખ્યા હતા.
જો કે, આ પહેલાં પણ તે દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાઓ-2018ની સૂચિમાં પહેલા ક્રમે રહ્યો હતો. માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ઋત્વિકનું સ્ટારડમ છે.
ઋત્વિક રોશન બોલીવૂડના કેટલાક આકર્ષક વ્યક્તિત્વો પૈકીનો એક ગણાય છે. ઋત્વિકે એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને `કહો ના પ્યાર હૈ'થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ઋત્વિક આ પહેલાં વર્ષ 2011-2012માં દુનિયાના 50 સૌથી આકર્ષક એશિયન પુરુષોની સૂચિમાં પણ ટોચના ક્રમે રહી ચૂક્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer