મૃતદેહોમાં જીવ આવે એ માટે કરાયો વૉટ્સઍપિયો ઉપચાર

મૃતદેહોમાં જીવ આવે એ માટે કરાયો વૉટ્સઍપિયો ઉપચાર
સરકારી હૉસ્પિટલમાં પણ થાય છે ધતિંગ

અમારા પ્રતિનિધિ તરફથી
જળગાંવ, તા. 17 : જળગાંવમાં પાણીમાં ડૂબીને ગુજરી ગયેલા બે સગા ભાઈઓ જીવતા થશે એવી આશામાં તેમના પાર્થિકદેહ પર જિલ્લા સરકારી હૉસ્પિટલમાં જ અઘોરી ઉપાય કરાયો હતો. ડૂબવાથી જો મૃત્યુ થયું હોય તો એનો મૃતદેહ દોઢ ક્વિંટલ જાડા મીઠામાં ચાર કલાક રાખવામાં આવે તો મૃત વ્યક્તિ જીવંત થાય છે એવો વીડિયો વૉટ્સઍપ પર ફરી રહ્યો છે.
આ વીડિયોથી અંજાઈ જઇને જળગાંવના મેહરૂન તળાવમાં ડૂબી ગયેલા બે ભાઈઓના પાર્થિવદેહને રાતભર મીઠા નીચે રખાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer