કર્ણાટક કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ ખરીદી 11 કરોડની કાર !

કર્ણાટક કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ ખરીદી 11 કરોડની કાર !
રોલ્સ રોયસની મોંઘી કાર ખરીદીને નાગરાજ ચર્ચામાં

બેંગ્લોર, તા. 17 : કર્ણાટકમાં કોંગ્રેસમાંથી બળવો કર્યા બાદ અયોગ્ય ઠરાવાયેલા 14 ધારાસભ્યો પૈકીના એક એમ.ટી.બી. નાગરાજે અત્યંત મોંઘી કાર ખરીદીને ચર્ચામાં આવ્યા છે. નાગરાજે રોલ્સ રોયસ ફેન્ટમ-8 નામની 11 કરોડ રૂપિયાની કાર ખરીદી છે અને કરવેરા જોડીને આ કારની કિંમત ઓર વધશે.
કર્ણાટક-જેડીએ સરકારમાંથી 17 ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું જેને પગલે સરકારનું પતન થયું હતું અને ભાજપે સરકાર રચી હતી. નાગરાજે પણ બળવો કર્યો હતો. હવે એવા હેવાલ છે કે તેમણે બહુ મોંઘી કાર ખરીદી છે તેઓ દેશના સૌથી અમીર ધારાસભ્યો પૈકી એક છે પણ 12 કરોડની કાર ખરીદીને તેઓ વધુ ચર્ચામાં આવી ગયા છે.
નાગરાજ વિધાનસભા ચૂંટણી દરમ્યાન એક હજાર કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે તેમને રાજીનામું પાછું ખેંચી લેવા સમજાવ્યા હતા પણ તેઓ માન્યા નહોતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer