જોકોવિચ સિનસિનાટી માસ્ટર્સની સેમિફાઈનલમાં

જોકોવિચ સિનસિનાટી માસ્ટર્સની સેમિફાઈનલમાં
વોશિંગ્ટન, તા. 17 : સર્બિયાના સ્ટાર ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે કોણીમાં ઈજા છતા લુકાસ પાઉલીને 7-6, 6-1થી હરાવીને એટીપી સિનસિનાટી માસ્ટર્સના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે ફાઈનલમાં પ્રવેશ માટે જોકોવિચો સામનો રશિયાના દાનિલ મેદવેદેવ સામે થશે. મેદવેદેવે રશિયાના જ આન્દ્રે રુબલેવને 6-2, 6-3થી હરાવ્યો હતો. ફ્રાન્સના રિચર્ડ ગાસ્કેટે છ વર્ષમાં માસ્ટર્સ 1000 ક્વાર્ટર ફાઈનલમાં પહેલી જીત મેળવીને સેમિફાઈનલમા પ્રવેશ કર્યો છે. ગાસ્કેટ હવે ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ડેવિડ ગોફિન સામે ટકરાશે. જ્યારે મહિલા એકલ વર્ગમાં એશ્લે બાર્ટીએ મારિયા  સકારીને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા કરી હતી. ક્વાર્ટર ફાઈનલમાં બાર્ટીએ સકારીને 5-7, 6-2,6-0થી હરાવી હતી. બાર્ટીનો સામનો હવે આગામી મેચમાં સ્વેતલાના કુઝનેસ્તોવા સામે થશે. જેણે કેરોલિતા પ્લિસ્કલવાને મ્હાત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer