લેહમાં ધોનીએ બાળકો સાથે લીધી ક્રિકેટની મજા

લેહમાં ધોનીએ બાળકો સાથે લીધી ક્રિકેટની મજા
જમ્મુ અને કાશ્મીરમાં બે અઠવાડિયા સુધી ટેરેટોરિયલ આર્મી સાથે સમય વિતાવ્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પરત ફર્યો છે. આર્મી સાથે સમય વિતાવવાના ધોનીના નિર્ણયની લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે લેહમાં બાળકો સાથે ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. કહેવાય રહ્યું છે કે ધોનીએ લદ્દાખમાં ક્રિકેટ એકેડમી ખોલવાનો નિર્ણય પણ કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer