જેટલીની હાલત ગંભીર અનેક નેતાએ `એમ્સ''ની મુલાકાત લીધી

નવી દિલ્હી, તા. 17 (પીટીઆઈ): ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીની તબિયત વિશે પૃચ્છા કરવા શનિવારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, બહુજન સમાજ પક્ષનાં વડા માયાવતી, કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલ તથા કૉંગ્રેસના નેતાઓ અભિષેક સિંઘવી અને જ્યોતિર્દિત્ય સિંધિયા સહિત અનેક રાજકારણીઓએ `એમ્સ'ની મુલાકાત લીધી હતી. જેટલીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રના સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધન, ભાજપના સતીષ ઉપાધ્યાય અને ઍર ચીફ માર્શલ બિરેન્દર સિંહ ધનોઆએ પણ `એમ્સ'ની મુલાકાત લીધી હતી. જેટલીની તબિયત વિશે છેક 10 અૉગસ્ટથી `એમ્સ' દ્વારા કોઈ બુલેટિન જારી નથી કરાયું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer