વાઘા અટારી બૉર્ડર પરથી આયાત અટકતાં અખરોટ

બદામના ભાવ ઊંચકાયા

નવી દિલ્હી, તા. 17 : ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતિએ આયતો વાઘા અટારી બોર્ડર પરથી કરવામાં આવતી સૂકા મેવાની આયાત અટકી છે. આમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી પુરવઠાની અડચણના કારણે પાછલા વર્ષ દરમિયાન અખરોટ અને બદામના જથાબંધ ભાવમાં અનુક્રમે 50 ટકા અને 20 ટકાનો વધારો થયો છે અને આગળ ઉપર પણ ભાવ વધવાની શક્યતા છે. કારણ કે આગામી સપ્તાહો દરમિયાન તેની માગ આયતો શ્રાવણના અને પછી દિવાળીના તહેવારો જોતાં વધશે.
ભારત અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનના માર્ગે ખજૂર, બદામ અને અખરોટની આયાત કરે છે. આયતોમાં કેલિફોર્નિયાની બદામ અને અખરોટનો સમાવેશ થાય છે. જે વાઘા અટારી બોર્ડર પરથી લવાય છે. ગયા ફેબ્રુઆરીમાં પુલવામાં ત્રાસવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના ગૂડઝ પરની ડયૂટી વધારી દેતા આયાત ધીમી પડી હતી. તેમાં 370ની કલમના મુદ્દે પાકિસ્તાને ભારત સાથેની સરહદથી થતો વેપાર બંધ કરી દેતા પરિસ્થિતિ વણસી છે. જેમાં પાછલા સપ્તાહથી કોઈ કન્સાઈનમેન્ટ ભારત આવ્યા નથી.
દેશના આયાતકારો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં ભારતે પાકિસ્તાનમાંથી આયાત થતા માલ પર 200 ટકા ડયૂટી લાગુ કરતાં  મેવા પગલે ઘણાં કન્સાઈનમેન્ટ અધવચ્ચે અટકેલું છે. હવે પાકિસ્તાને વ્યાપાર પ્રતિબંધ લાગુ કરતા વેપાર અટકી જ ગયો છે. સૂકા મેવાના વેપારીઓ મુજબ આગામી સપ્તાહો દરમિયાન જ્યારે રિટેલર્સ પાસેનો સ્ટોક ખલાસ થશે અને પાકિસ્તાનમાંથી હાલ આયાત બંધ છે તે જોતાં બદામના ભાવ વધી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer