વિદેશી હૂંડિયામણની અનામત વધીને 430.572 અબજ ડૉલર થઈ

મુંબઈ, તા. 17 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 9 અૉગસ્ટ, '19ના પૂરા થયેલા સપ્તાહ માટે 1.620 અબજ ડૉલર વધીને 430.572 અબજ ડૉલરની થઈ હતી. જેમાં વિદેશી ચલણની અસ્કયામતોમાં વધારાએ ભાગ ભજવ્યો હતો. તેના આગલા સપ્તાહના અંતે હૂંડિયામણની અનામત 6972 લાખ ડૉલર ઘટીને 428.952 અબજ ડૉલરની રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer