લોકોને કહીશ બાબુઓની `ધુલાઈ કરો'' ગડકરી

નાગપુર, તા. 17 (પીટીઆઈ) : લાલ ફિતશાહીની (રેડટેપીઝમ) ઝાટકણી કાઢતાં કેન્દ્રના માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આજે મેં કેટલાક અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું છે કે અમુક પ્રશ્ન હલ થાય નહીં તો હું લોકોને કહીશ `ધુલાઈ કરો'. આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થા- લઘુ ઉદ્યોગ ભારતીના સંમેલનને સંબોધન કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે આપણે ત્યાં લાલ ફિતશાહી શા માટે જોઈએ. બધા ઇન્સ્પેક્ટરો શા માટે આવવા જોઈએ. તેઓ `હપ્તા' (લાંચ) લે છે. મને લોકોએ ચૂંટી કાઢ્યો છે. હું લોકોને ઉત્તરદાયી છું. જો તમે ચોરી કરશો તો હું કહીશ તમે ચોર છો, આજે મેં ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક યોજી હતી. મેં તેમને કહ્યું કે તમે આઠ દિવસમાં પ્રશ્ન હલ નહીં કરો તો હું લોકોને કહીશ કાયદો હાથમાં લો અને `ધુલાઈ કરો'. મારા શિક્ષકે મને શીખવાડયું છે કે જે પ્રણાલી ન્યાય આપે નહીં તેને ફેંકી દો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer