MMRDA ભાડાંમાંથી કરોડો રૂપિયા કમાશે

મુંબઈ, તા. 17 : મુંબઈ મેટ્રોપોલીટન રિજન ડેવલપમેન્ટ અૉથોરીટીને બાંદરા કુર્લા કોમ્પેલૅક્સ (બીકેસી)ની તેની વિશાળ જમીન ભાડે આપવાથી કમસેકમ રૂા. 1033 કરોડની કમાણી થશે એવી સંભાવના છે.
આ જમીન 6018 ચોમીની હોઈ તેનો પરવાનગીપાત્ર બીલ્ટપ એરીઆ 30,000 ચોમીનો છે. એમએમઆરડીએએ તેની અનામત કિંમત ચોમી દીઠ રૂા. 3.44 લાખ નક્કી કરી છે.
એમએમઆરડીએ તાજેતરમાં બીકેસી સ્થિત તેનો ત્રણ એકરનો પ્લોટ રૂા. 2238 કરોડમાં જાપાનીઝ કૉંગ્લોમેરેટ સુમીટોમોને વેચ્યો હતો. આ સોદાની સફળતાથી પ્રેરીત થઈ તેણે બે અમાલગમેટેડ (જોડીયા) પ્લોટો સી-44 અને સી-48 લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે. આ બન્ને કોમર્સીયલ પ્લોટો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer