1600 જેટલાં વૃક્ષોનો ભોગ લેવાશે

મુંબઈ, તા. 17 : મુંબઈમાં બે સૂચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો 1600થી વધુ વૃક્ષોનો ભોગ લેશે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને એક જાહેર નોટિસ બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે, શિવરીથી ન્હાવાસેવા વચ્ચે બાંધવામાં આવનારી મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક માટે 1004 વૃક્ષોને કાપવામાં આવશે અથવા તો તેમને અન્યત્ર વાળવામાં આવશે. એવી જ રીતે કુર્લા-વર્સોવા એલિવેટેડ રોડ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા 631 વૃક્ષોનું નિકંદન નીકળી જશે.
આ બન્ને પ્રોજેક્ટોનો અમલ મુંબઈ મેટ્રોપોલિટિન રીજનલ ડિપાર્ટમેન્ટ અૉથોરિટી દ્વારા કરવામાં આવશે. મેટ્રો કાર શેડ માટે આરે મિલ્ક કૉલોની ગોરેગાંવમાં 2700થી વધુ વૃક્ષો કાપવાની દર આખરી મંજૂરી આપવાની દરખાસ્તને ટ્રી અૉથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer