ભારતના અર્થતંત્રને 2032 સુધીમાં 10 ટ્રિલિયન ડૉલરનું બનાવવા ત્રિપાંખીયો વ્યૂહ

નવી દીલ્હી, તા.17 : ભારત સરકારના બે અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે, ભારતના અર્થતંત્રને 2024-25 સુધીમાં 5 ટ્રીલીયન ડોલરનું અને 2032 સુધીમાં 10 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સરકાર વિવિધ કફ વ્યૂહો અને આયોજન ઉપર કામ કરી રહી છે જે વિકાસની વર્તમાન કટોકટીને હલ કરવા જોશ આવશે અને મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરશે. 
નાણાખાતુ વિવિધ મંત્રાલયો પાસેથી માહિતી પ્રાપ્ત કરી રહ્યું છે. જેનો આખરી દોર વિકાસને વેગ આપવાનો અને રોજગારી ઉત્પન્ન કરવાનો છે. 
6 જૂને સરકારે વડાપ્રધાનના વડપણ હેઠળ બે નવી કેબીનેટ કમીટીની રચના કરી હતી. આમાં એક રોકાણ અને વિકાસ ઉપર અને બીજી રોજગારી અને કૌશલ્ય વિકાસ ઉપરની કમીટી હતી. 
2018-19ના પ્રથમ ત્રિમાસિક ચરણથી અત્યાર સુધીનો તમામ ત્રિમાસિક ગાળો નરમ ગયો છે. રીઝર્વ બેંકે તાજેતરમાં વિકાસનો અંદાજ 7%થી ઘટાડીએ 6.9% કર્યો. બાંધકામ અને રીયલ એસ્ટેટ સેક્ટર મુશ્કેલીમાં રહ્યું, મોટર વાહનોનું વેચાણ ઘટયું, સતત નવમાં મહિને, જૂલાઇમાં કારની માગ 30% ઘટી, શેડો બેકીંગમાં કટોકટી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer