બોપલમાં દીવાલ અને નડિયાદમાં 3 માળનો બ્લૉક પડતાં 8નાં મૃત્યુ

બોપલમાં દીવાલ અને નડિયાદમાં 3 માળનો બ્લૉક પડતાં 8નાં મૃત્યુ
અમદાવાદ, તા.10 : રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક બનાવો બની રહ્યાં છે. શહેરના ં બોપલ નજીક શેલામાં નિર્માણાધીન એક બંગલાની દીવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટનો ત્રણ માળનો બ્લોક અચાનક ધરાશાયી થતાં આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. 
અમદાવાદના બોપલ નજીક શેલામાં ક્લબ ઓ-7 રોડ પર આવેલા નિર્માણાધીન નિસર્ગ બંગલાની એક દીવાલ ધરાશાયી થઇ હતી. રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે દીવાલ પડવાને કારણે ચાર લોકો દટાયા હતાં. 
અન્ય એક બનાવમાં નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનો ત્રણ માળનો બ્લોક નં.26 શુક્રવારે રાત્રે અચાનક ધારાશાયી થયો હતો. આ કરૂણ દુર્ઘટનામાં કમરણભાઈ મહમ્મદ સામીમ અન્સારી(ઉ.વ.45), અલિના કામરાનભાઈ અન્સારી(ઉ.વ.1), પૂનમબેન રાજેન્દ્ર કુમાર સચદેવ(ઉ.વ.45) અને રાજેશ શંકરભાઈ દરજી(ઉ.વ.65)નું મૃત્યુ નિપજ્યુ  છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer