પૂરરાહત માટેની અનાજની થેલીઓ પર પ્રધાનોની

પૂરરાહત માટેની અનાજની થેલીઓ પર પ્રધાનોની
તસવીરો છાપવા બદલ સરકારની ટીકા કરતા ધનંજય મુંડે

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ આજે એવો આક્ષેપ ર્ક્યો હતો કે સાંગલી જિલ્લાના પૂરગ્રસ્તોને રાહતનું વિતરણ કરવા દરમિયાન ભાજપના નેતૃત્વવાળી સરકાર પોતાનાં જ `કાર્યોની પ્રશંસા' કરી રહી છે અને તેમણે રાહત સામગ્રીનાં વિતરણની પ્રવૃત્તિને `સ્વાર્થી' ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યના જળ સંશાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને શુક્રવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરતી વેળા કાઢેલા બે સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતાં વિવાદ ઊભો થયો હતો. આ વીડિયોમાં તેઓ સ્મિત સાથે આનંદમાં હાથ હલાવતા નજરે પડે છે. પૂરગ્રસ્તોને વિતરણ કરવામાં આવનાર ચોખા અને ઘઉંની પ્લાસ્ટિકની થેલીઓ પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સ્થાનિક ભાજપ વિધાનસભ્ય સુરેશ હલવનકરની તસવીરો વાળી ઈમેજ મુંડેએ પોસ્ટ કરી છે.
જે સ્ટિકરો પર તસવીરો છપાઈ છે તેના પર લખવામાં આવ્યું છે કે `પૂરગ્રસ્ત પરિવારો માટે વિનામૂલ્ય ચોખા અને ઘઉંનું વિતરણ (અૉગસ્ટ 2019).'
મુંડેએ પ્રશ્ન ર્ક્યો છે કે સરકારે શાને અગ્રતાક્રમ આપ્યો? સ્ટિકર છાપવામાં સમય ગુમાવ્યો, પણ પૂરગ્રસ્તોને બે દિવસ સુધી રાહત ન આપી. બાળકો રસ્તા પર આવી ગયાં છે.
તેમણે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે સ્ટિકર પર ફોટો છાપવામાં તેઓ કેટલી ઝડપ કરે છે, પરંતુ તમારા આ દેખાવ પાછળ લોકો ભૂખથી મરી જશે.
જોકે સ્ટિકરના નિર્ણયનો બચાવ કરતાં હલવનકરે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને એ બાબતની જાણ કરવા કે અનાજ તેમને સરકાર તરફથી વિનામૂલ્ય આપવામાં આવી કહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer