મોન્ટ્રિયલ ઓપન બોપન્ના-શાપોવાલોવની જોડી સેમિફાઈનલમાં

મોન્ટ્રિયલ ઓપન બોપન્ના-શાપોવાલોવની જોડી સેમિફાઈનલમાં
મોન્ટ્રીયલ, તા. 10 : ભારતના રોહન બોપન્ના અને તેના જોડીદાર ડેનિસ શાપોવાલોવે પોતાના પ્રતિદ્વંદ્વિઓ સામે વોકઓવર મળ્યા બાદ એટીપી મોન્ટ્રીયલ માસ્ટર્સની પુરૂષ યુગલ સ્પર્ધાના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફ્રાન્સના બેનો પેરે અને સ્વિત્ઝરલેન્ડના સ્ટાન વાવર્રિકાએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ભારત-કેનેડાની જોડીને વોકઓવર આપ્યું હતું.
બોપન્ના અને શાપોવાલોવનો સામનો હવે સેમિફાઈનલમાં રોબિન હાસે અને વેસ્લે કૂલહોફની નેધરલેન્ડની જોડી સામે થશે. દુનિયાના બીજા નંબરના ખેલાડી નાડાલે એક સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી હતી અને ફેબિયો ફોગનિનીને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા સુનિશ્ચિત કરી હતી. નાડાલને જીત મેળવવામાં બે કલાક લાગ્યા હતા.         

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer