ખેલપ્રધાને બીસીસીઆઈને નાડાના દાયરામાં લાવવાના નિર્ણયને આવકાર્યો

ખેલપ્રધાને બીસીસીઆઈને નાડાના દાયરામાં લાવવાના નિર્ણયને આવકાર્યો
નવી દિલ્હી, તા. 10 : ખેલ મંત્રી કિરણ રીજીજૂએ બીસીસીઆઈના નાડા હેઠળ આવવાના નિર્ણયનું સ્વાગત કરતા નિર્ણયને રમતમાં સ્વચ્છ અને પારદર્શક શાસનની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું.
વર્ષો સુધી વાતચીત બાદ અંતે બીસીસીઆઈએ શુક્રવારે નાડાના દાયરામાં આવવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી હવે એનએસએફ (રાષ્ટ્રીય ખેલ મહાસંઘ) બનવાની સંભાવના વધી ગઈ છે. રીજીજૂએ કહ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે કોઈપણ મામલો નિવાર્ય વિનાનો રહે. 
તમામ મતભેદ સર્વસહમતિથી નિવારવા જોઈએ. કારણ કે રમત અને ખેલાડીઓના હિતમાં સ્વચ્છ અને પારદર્શક શાસનના તેઓ આગ્રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer