ભારત-એ અને વિન્ડિઝ-એ વચ્ચે મૅચ ડ્રૉ

ભારત-એ અને વિન્ડિઝ-એ વચ્ચે મૅચ ડ્રૉ
અંતિમ બિનસત્તાવાર ટેસ્ટમાં નદીમની પાંચ વિકેટ

ત્રિનિદાદ, તા. 10 : વિન્ડિઝ બેટ્સમેન જેરેમી સોલોજાનો અને બ્રેન્ડન કિંગની અર્ધસદીની મદદથી ભારતે એ સામેનો બિનસત્તાવાર ટેસ્ટ મેચ ડ્રો કર્યો હતો. આ સાથે ભારતીય ટીમે 2-0થી શ્રેણી ઉપર કબ્જો કર્યો હતો. ત્રિનિદાદમાં રમાયેલા મેચના અંતિમ દિવસે ભારતના 373 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વિન્ડિઝ ટીમે સ્ટંપ સુધી 6 વિકેટે 314 રન કર્યા હતા.
ઓપનિંગ બેટ્સમેન જેરેમીએ કિંગ સાથે મળીને બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. કિંગે 89 બોલમા 77 રન કર્યા હતા.  જેરેમીએ 249 બોલમા 92 રન કરીને મેચને ડ્રો સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેરેમી આઉટ થયા બાદ એમ્બ્રીસે એક છેડેની સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું અને 145 બોલમાં 69 રન કર્યા હતા.
ભારત તરફથી નદીમે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન હનુમા વિહારીને એક વિકેટ મળી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer