વડા પ્રધાન મોદી મુશ્કેલ સ્થિતિમાં પણ એકદમ શાંત-સહજ રહ્યા

`મેન વર્સિસ વાઈલ્ડ'નો 12મીના રજૂ થશે એપિસોડ, હોસ્ટે કર્યા મોદીના વખાણ
 
નવી દિલ્હી, તા. 10 : બકરી ઈદના તહેવારની સાથે સાથે આ મહિનાની 12મી તારીખે એક અન્ય બાબતની પણ રાહ જોવામાં આવી રહી છે. એ છે `મેન વર્સિસ વાઈલ્ડ'નો નવો એપિસોડ ,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મશહૂર હોસ્ટ અને જોખમો સાથે રમનારા બેવર ગ્રિવ્સની સાથે દેખાશે. શો રજૂ થવાથી  પહેલાં ગ્રિવ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારે પ્રશંસા કરી હતી, ગ્રિવ્સે જણાવ્યું હતું કે, મોદી બીહડના જંગલમાં મુશ્કેલ સ્થિતિની વચ્ચે સહજ હતા અને તેમના ચહેરાનું હાસ્ય ક્યારેય વિલાયું નહોતું. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં ગ્રિવ્સને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને મોદીની કઈ વાત યાદ રહેશે? આ મુદ્દે ગ્રિવ્સે કહ્યું કે, તેઓ મોદીની સહજ અને સતત થઈ રહેલા વરસાદમાં પણ તેમના ચહેરાનું હાસ્ય જોઈ હું દંગ રહી ગયો હતો.
ગ્રિવ્સ બોલ્યા કે, તેઓ ઘણા સહજ અને શાંત ઈન્સાન છે. સતત વરસાદમાં જ્યારે સિક્રેટ સર્વિસે તેમના માટે છત્રી કાઢવાની કોશિશ કરી તો તેઓ બોલ્યા, નહીં હું ઠીક છું, અને તેઓ મારી સાથે નદીની તરફ આગળ વધ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer