પશ્ચિમ બંગાળમાં પરીક્ષામાં પુછાયું, જય શ્રીરામના નારાનો દુષ્પ્રભાવ શું ?

હુગલી,તા. 10 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વખતે ખેલાયેલી સાંપ્રદાયિકતાની રાજનીતિ હજી અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે આ મામલે હવે નવો વિવાદ અને બખેડો સર્જાઈ ગયો છે. અહીં એક સરકારી શાળામાં 10મા ધોરણની પરીક્ષામાં જય શ્રીરામ અને કટ મની વિશે સવાલો પૂછાયા હતાં. જેને પગલે બંગાળમાં ફરીથી ધૂંધવાટ ફરી વળ્યો છે. 
જાણવા મળેલી વિગતો અનુસાર પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોથી વિદ્યાર્થીઓ પણ દંગ રહી ગયા હતાં. પેપરમાં સવાલ કરવામાં આવ્યો હતો કે જય શ્રીરામનાં નારાથી સમાજમાં કેવો દુષ્પ્રભાવ પડે છે?  તેની અવેજમાં પૂછાયેલો પશ્ન પણ વધુ ચક્તિ કરનારો હતો. એમાં પૂછાયું હતું કે કટ મની પરત કરીને ભ્રષ્ટાચાર ઉપર લગામ કસવાનાં સરકારનાં સાહસિક નિર્ણયને કેવી રીતે જોવામાં આવે છે?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer