`હિંસાનો બદલો લેવા હત્યા'-ની ચડોતરુ નામક ઘાતકી પ્રથા ત્યજી દેતો ડુંગરી ગરાસિયા સમુદાય
અમદાવાદ , તા. 10: અંખ સાટે આંખ `લઈ લેવાની' ન્યાય પ્રથાથી તો સઘળો સમાજ અંધ બની રહેશે -એવી જૂની કહેવતે કથેલી શાણી સમજ બનાસકાંઠાના અમીરગઢ જિલ્લાના ખટીસિત્રા નામના આદિવાસી ગામે હવે અપનાવી લીધી છે. શંકાસ્પદ મૃત્યુનો બદલો લેવા હત્યા કરવાની ચડોતરુ નામની દાયકાઓ જૂની પરંપરા બંધ કરવા તાજેતરમાં નિર્ણય કર્યો છે.
ખટીસિત્રા ગામે ડુંગરી ગરાસીયા આદિવાસી જાતિએ 9 માસ પહેલાં એક યુવાનની થયેલી હત્યાને પગલે ઉકત પ્રથા મુજબની હિંસા હવે ન આચરવા નિર્ણય કર્યો છે. હકીકતે આ સમુદાયે એવો સંકલ્પ લીધો છે કે નવા અપનાવાયેલા નિયમનું ઉલ્લંઘન કરનારને સમુદાયનું પંચ તગડો દંડ ફટકારશે. નિર્ણય લેવાયા પછી ગ્રામજનોએ આ ઉકત સંકલ્પ પાળ્યો છે: ગામની એક દીકરી હત્યા પામેલી મળી આવ્યા અનુસંધાને બદલો ન લેવાનું જાહેર કર્યુ હતું.
મૃતકના સાસરિયાઓ મૃત્યુ બાબતે તેણીના માતપિતાને જાણ કરવાનું ચૂકયા હતા, હવે જો સંકલ્પ ઉલ્લંઘી જવાય તો ફરી બદલારૂપ કૃત્યની ચિનગારી જાગે પરંતુ સમાધાનરૂપે રૂ. 8 લાખની ફાઈન કરવામાં આવી એમ ગામના બુઝર્ગ અસાભાઈ ડુંગસિયાએ જણાવ્યું હતું. હવે આ સમુદાય સામા પક્ષ જોડે સંવાદ કરી લઈને રૂ. એકસોથી લઈ રૂ. 11 લાખની ફાઈન-જેનો આધાર ગુનાના ઘાતકીપણા પર રહે છે-લાદવામાં આવે છે એમ તેમણે કહ્યુ હતુ. (ઉ. ગુજરાત અને પાસે પડતા રાજસ્થાનમાં વસતા ડુંગરી ગરાસિયા સમુદાયના 30 હજાર લોકો આ ચડોતરુ પ્રથા પાળતા આવ્યા હતા.)