રવિવારે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.10: રાજ્યમાં સાર્વત્રિક થઇ રહેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકાર થયો છે. દરમિયાન આવતી કાલે રવિવારે પણ ભારે વરસાદની  અગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં રાજ્યસરકાર દ્વારા રવિવારે 11મી અૉગસ્ટના રોજ યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, આવતી કાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બે પરીક્ષાઓ યોજવાની હતી. સવારે ઇલેક્ટ્રિક એન્જિનિયરની જગ્યાઓ માટે અને સાંજે કમ્પ્યુટર એન્જિનિયરોની જગ્યા માટે ભરતીની પરીક્ષાઓ યોજાવાની હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ આવતી કાલે 11 અૉગસ્ટ રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળની લેવાનારી સુપર વાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ તેમ જ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer