કાનૂન બન્યા બાદ દિલ્હીમાં ટ્રિપલ તલાકનો પ્રથમ કેસ

નવી દિલ્હી, તા. 10: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટ્રિપલ તલાકનો પ્રથમ મામલો સપાટી પર આવ્યો છે.  દિલ્હીમાં ત્રણ વખત તલાક કહીને પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી મુકનાર પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ધ મુસ્લિમ વુમન એક્ટની કલમ ચાર હેઠળ એફઆઇઆર દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે. મહિલાએ પોલીસ પાસેથી મદદની માગ કરી હતી. નવા કાયદા હેઠળ ટ્રિપલ તલાકને અપરાધ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં આ પ્રથમ મામલો સપાટી પર આવ્યો છે. બાડા હિન્દુરાવ પોલીસની સમક્ષ મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ કરવામાં આવ્યા બાદ આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer