હેલારોને બે કરોડ અને રેવાને એક કરોડનું ઇનામ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.10: ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એવૉર્ડ વિજેતા બન્ને ફિલ્મો હેલારો અને રેવાને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે. ફિચર ફિલ્મ હેલારોને રૂા. બે કરોડ અને રેવાને રૂા.એક કરોડ આપવાની  જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારની ક્વોલિટી બેઝ ફિલ્મ એન્કરેજમેન્ટ પૉલિસી 2016 હેઠળ કરેલી જાહેરાત મુજબ બેસ્ટ ફિચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવૉર્ડ હેલારો અને રેવાને આપવામાં આવશે. આ ટ્વીટ સીએમઓ ગુજરાત દ્વારા કરવામાં આવી છે. ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના પર્સનલ ટ્વીટર પર બન્ને ફિલ્મોને રાષ્ટ્રીય એવૉર્ડ મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. 
મુખ્ય પ્રધાન રૂપાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, હું ગુજરાતી ફિલ્મોની આખી ટીમને શુભેચ્છાઓ પાઠવું છું. હેલારો અને રેવા એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવૉર્ડ તેમના નામે કર્યો છે. આપણી સરકાર ક્વોલિટી ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરે છે. આ આપણા માટે ગર્વની વાત છે. ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer