હોમ લોન અને અૉટો લોન થઈ સસ્તી

એસબીઆઈ ઉપરાંત અન્ય ત્રણ બૅન્કોએ વ્યાજદરમાં મૂક્યો કાપ

નવી દિલ્હી, તા. 10 : રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કાપ મુક્યા બાદ હવે એસબીઆઈ બેન્ક અને અન્ય ત્રણ બેન્કો દ્વારા વ્યાજદરમાં કાપ મુકવામાં આવ્યો છે. નવા વ્યાજદર તમામ જૂની અને નવી લોન ઉપર લાગુ થશે. જેનાથી ઈએમઆઈમાં રાહત મળશે. 
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને આઈડીબીઆઈ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ બેન્કોએ અલગ અલગ અવધિની લોન ઉપર વ્યાજદરમાં 0.05થી 0.15 ટકા સુધી ઘટાડો કર્યો છે. આઈડીબીઆઈએ એક વર્ષની મુદ્દતની લોન ઉપર એમસીએલઆરને 0.10 ટકા ઘટાડી 8.95 ટકા કરી છે. જ્યારે ત્રણ મહિનાની મુદતમાં 0.05થી 0.15 ટકાનો ઘટાડો થયો છે. આવી જ રીતે ઓરિએન્ટલ બેન્કે પણ લોન ઉપર વ્યાજમાં કાપ મુક્યો છે અને તેની અમલવારી 10 ઓગષ્ટથી થશે. આઈડીબીઆઈમાં નવા દરનું અમલીકરણ 12 ઓગષ્ટથી થશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer