કાશ્મીરના વિભાજનની જરૂર નહોતી દુલત

વાજપેયીના સલાહકાર રહેલા દુલતના મતે 370નો આમ પણ કોઈ અર્થ નહોતો

નવી દિલ્હી, તા. 10 : આઈબીના વિશેષ ડાયરેક્ટર અને રોના પ્રમુખ રહી ચુકેલા એ.એસ દુલત ભારત-પાકિસ્તાન સંબંધ અને કાશ્મીર મામલાના વિશેષજ્ઞ ગણવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના કાર્યકાસળમાં તેઓ કાશ્મીર મામલે વડાપ્રધાનના સલાહકાર રહ્યા હતા. દુલતના કહેવા પ્રમાણે આર્ટિકલ 370 હટાવવાની કોઈ જરૂર નહોતી. આમ પણ તેનો કોઈ ખાસ અર્થ રહ્યો નહોતો. 370 હટાવવાની વાત પણ યોગ્ય ગણવામાં આવે તો પણ તેને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો ? 
એ.એસ. દુલતે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સરકાર જે ઈચ્છી રહી હતી તે કરતી જ હતી.  દુલતના માનવા પ્રમાણે રાજ્યના પુનર્ગઠનની કોઈ જરૂરિયાત હતી નહી. કાશ્મીરના લોકો આ નિર્ણયને કેવી રીતે સ્વીકારશે તે પણ વિચારવાનો વિષય છે. વધુમાં નબળો વિપક્ષ અને બહુમતના કારણે નિર્ણય સરકાર માટે વધુ સરળ બની ગયો હતો.  દુલતના કહેવા પ્રમાણે સુરક્ષા હળવી કરવામાં આવ્યા બાદ એટલે કે બે મહિના બાદ હિંસા પણ થઈ શકે છે. પરંતુ ડોભાલના નિવેદન પ્રમાણે કાશ્મીરમાં કોઈ જોખમ ન હોય તો તે સારી બાબત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer