રિયલ એસ્ટેટ સેક્ટરને કાશ્મીરમાં દેખાઈ રહી છે તક

ક્રેડાઈની વાર્ષિક બેઠકમાં જમ્મુ-કાશ્મીર અને લદાખમાં રોકાણની ખાતરી
નવી દિલ્હી, તા. 10 : ભારતના રિયલ એસ્ટેટ સેક્ટર આર્ટિકલ 370 દુર થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં રોકાણ કરશે. ડેવલપર્સ સંસ્થા દ્વારા કાશ્મીર મુદ્દે રોકાણની ખાતરી આપી છે. ક્રેડાઈના ચેરમેનના કહેવા પ્રમાણે તેઓ અવસરની રાહમાં હતા અને રાજ્યમાં વસાહત અને વ્યવસાયિક પ્રોજેક્ટમાં રોકાણ કરવામં આવશે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, પર્યાવરણને નુકશાન પહોંચાડયા વિના ગોલ્ફ કોર્સ, હોટલ અને અન્ય સુવિધાઓની પણ સંભાવના છે. 
ઈઝરાયલના તેલ અવીવમાં ક્રેડાઈની વાર્ષિક બેઠક ચાલી રહી છે. ક્રેડાઈના ચેરમેન જેક્સે શાહના કહેવા પ્રમાણે મંદી હોવા છતા રિયલ એસ્ટેટ ડેવલોપર્સ નિરાશ થયા નથી. તે ડેવલોપર્સની દ્રઢતા સુચવે છે. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ક્રેડાઈ પ્રમુખ સતીશ માગરે હોમલોન ઉપર વ્યાજદર 7.5 ટકા સુધી લાવવાની માગણી કરી હતી. વધુમાં સચિવ પંકજ ગોયલે સિસ્ટમમાં પ્રવાહિતતા વધારવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમજ અન્ય સમસ્યાઓ દુર કરવાની પણ માગણી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer