છ રાજ્યોમાં નવા રાજ્યપાલ આનંદીબેન બન્યાં યુપીના ગવર્નર

છ રાજ્યોમાં નવા રાજ્યપાલ આનંદીબેન બન્યાં યુપીના ગવર્નર
લાલજી ટંડનને સોંપવામાં આવી મધ્યપ્રદેશની જવાબદારી

નવી દિલ્હી, તા 20 :  રાષ્ટ્રપતિ રામના કોવિન્દે શનિવારે અમુક રાજ્યપાલની નિયુક્તિ કરી હતી અને અમુક રાજ્યપાલની બદલી કરી હતી. કુલ 6 રાજ્યપાલની નિયુક્તિની સૂચના જારી કરવામાં આવી છે. જેમાં આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ આનંદીબેન પટેલની જગ્યાએ બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને નગાલેન્ડના રાજ્યપાલ પદ્મનાભ આચાર્યનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે જેને લઈને રાષ્ટ્રપતિ દ્વારા બદલી અને નિયુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે.  4 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થઈ છે જેમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે જગદીપ ધનખડ, ત્રિપુરામાં રમેશ બૈસ, બિહારમાં ફાગુ ચૌહાણ અને નગા લેન્ડમાં એન રવિને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અન્ય પાંચ રાજ્યોમાં પણ આગામી બે મહિનામાં રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવનો કાર્યકાળ 29 ઓગષ્ટના રોજ, ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હાનો કાર્યકાળ 30 ઓગષ્ટના, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા 31 ઓગષ્ટ, રાજસ્થાનના કલ્યાણ સિંહનો 3 સપ્ટેમ્બર અને કેરળના રાજ્યપાલ પી. સદાશિવનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer