ઈરાને જપ્ત કરેલા બ્રિટિશ અૉઈલ ટેન્કર પરના

ઈરાને જપ્ત કરેલા બ્રિટિશ અૉઈલ ટેન્કર પરના
18 ભારતીયોની મુક્તિ માટે નવી દિલ્હી કાર્યરત

લંડન, તા. 20: હોર્મુઝની સામુદ્રધુનિમાં ઈરાને ગઈ કાલે જપ્ત કરેલા બ્રિટીશ ઓઈલ ટેન્કર પરના અઢાર ભારતીયોની મુક્તિ માટે નવી દિલ્હી ઈરાનના સંપર્કમાં હોવાનું ભારતે આજે જણાવ્યુ હતું. ઈરાનીઅન માછીમારીની નૌકા સાથે `સ્ટેના ઈમ્પેરો' નામનું આ ટેન્કર ટકરાયા બાદ ઈરાનીઅન રેવોલ્યુશ્નરી ગાર્ડે તે જપ્ત કર્યુ હતું. સ્ટેના બલ્ક નામની સ્વીડિશ માલિકીના અને બ્રિટીશ ફલેગ ધરાવતા ટેન્કર પર અઢાર ભારતીય અને અન્ય વિદેશોના પાંચ ક્રુ સભ્યો છે. ટેન્કરનો કેપ્ટન ભારતીય છે. `અમે બનાવની વધુ વિગતો મેળવવા મથીએ છીએ' એમ જણાવી વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે ઉમેર્યુ હતુ કે `અમારું મિશન છે એ 18 ભારતીય નાગરિકોને વહેલી તકે છોડાવવાની અને તેઓને પરત મેળવવાની.'
જહાજે અલબત્ત તમામ નેવિગેશન અને આંતરરાષ્ટ્રીય નિયમનોનું પાલન કર્યુ છે એમ માલિક સ્વીડિશ કંપનીએ જણાવ્યુ હતું. પરિસ્થિતિના ઉકેલાર્થે યુકે અને સ્વીડિશ સરકારના સત્તાવાળાઓના સંપર્કમાં પણ છીએ એમ કંપનીના ચીફ એકઝીકયુટીવે જણાવ્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer