ઠાકરેની જયંતી-પુણ્યતિથિ સરકારી સ્તરે મનાવવાની શિવસેનાની માગણી

ઠાકરેની જયંતી-પુણ્યતિથિ સરકારી સ્તરે મનાવવાની શિવસેનાની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેની જયંતી અને પુણ્યતિથિ સરકારી સ્તરે ઊજવવામાં આવે એવી માગણી શિવસેનામાંથી થવા માંડી છે. શિવસેનાના નગરસેવક કિરણ લાંડગેએ આ અંગે મુંબઈ પાલિકાના સભાગૃહમાં રજૂ કરવાની તૈયારી કરી છે. પાલિકાની સામાન્ય સભામાં આ વિશે જુલાઈ માસમાં ચર્ચા થાય એવી
સંભાવના છે.
બાળ ઠાકરેએ તેમની દીર્ઘ રાજકીય કારકિર્દી દરમિયાન અનેક રાજકીય નેતાઓનું ઘડતર કર્યું હતું. વિરોધ પક્ષોમાં તેમનું ઘણું માન છે. ચૂંટણી લડયા વિના પણ તેમણે રાજકારણ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે નવેમ્બર, 2015માં દેશના મહાન નેતાઓની જયંતી અને પુણ્યતિથિ મનાવવા માટે પરિપત્ર બહાર પાડયો હતો. આ પરિપત્રમાં બાળ ઠાકરેના નામનો સમાવેશ કરવાની માગણી કરવામાં આવી છે.
ભાવિ પેઢીને બાળ ઠાકરે વિશે જાણકારી મળે એ માટે તેમની જયંતી અને પુણ્યતિથિ મનાવવામાં આવે એ આવશ્યક છે. નેતાઓની જયંતી અને પુણ્યતિથિ મનાવવાની યાદીમાં બાળ ઠાકરેના નામનો સમાવેશ કરવાની વિનંતી કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer