ચંદ્રની સપાટી પર બૂટની છાપ આર્મસ્ટ્રોંગની નહીં પણ બજ એલ્ડ્રિનની છે

ચંદ્રની સપાટી પર બૂટની છાપ આર્મસ્ટ્રોંગની નહીં પણ બજ એલ્ડ્રિનની છે
નવી દિલ્હી, તા. 20: શું તમે જાણો છો કે દુનિયાના સૌથી પ્રખ્યાત પગરખાના નિશાન ક્યાં આવેલા છે ? હકીકતમાં જાણીને આશ્ચર્ય થશે કે ઐતિહાસિક અને પ્રખ્યાત નિશાની પૃથ્વી ઉપર નહીં પણ ચંદ્રની સપાટી ઉપર આવેલી છે. 50 વર્ષ પહેલા જ્યારે અપોલો 11 ચંદ્રની સપાટીએ પહોંચ્યું ત્યારે બજ એલ્ડ્રિને પોતાના બુટના નિશાનની તસવીર ખેંચી લીધી હતી. આમ તો ચંદ્ર ઉપર પહેલો પગ નિલ આર્મસ્ટ્રોંગે મુક્યો હતો પણ બજના જૂતાના નિશાનની તસવીર ખૂબ ચર્ચામાં રહી હતી. 
જ્યારે બજે તસવીર ખેંચી ત્યારે ભલે તેમાં કંઈ ખાસ દેખાયું ન હોય પણ આજે આ તસવીર એક ઐતિહાસિક પુરાવો છે કે માણસે ચંદ્રની સપાટી ઉપર પગ રાખ્યો હતો. મેગ્નિફિસન્ટ ડિસોલેશન નામનાં એક પુસ્તકમાં બજ એલ્ડ્રિને લખ્યું છે કે હકીકતમાં ફૂટપ્રિન્ટ મૂન બુટનો નીચેનો ભાગ છે. તેમાંથી પણ એક સવાલ ઉઠે છે કે હકીકતમાં આ મૂન બુટ કોણે બનાવ્યા હતા? તો આ સવાલનો જવાબ છે, રીચર્ડ એલિસ. રીચર્ડ એલિસે નિર્ણય લીધો હતો કે ચંદ્રની સપાટી ઉપર જનારા લોકોના બુટના નિશાન ચંદ્ર ઉપર કેવા દેખાશે. રીચર્ડ એલિસ આઈએલસી ઇન્ડસ્ટ્રી માટે એક મોડેલ મેકર તરીકે કામ કરતા હતા. આ કંપનીએ નાસાના સ્પેસ પ્રોગ્રામ માટે સ્પેસ શૂટ બનાવવાની બોલી જીતી હતી. એલિસનું કામ હતું, અંતરિક્ષ યાત્રીઓનું માપ લઈને સ્પેસ શૂટ ડીઝાઈન કરવાનું. જો કે તેનું યોગદાન બુટના સોલથી સામે આવ્યું હતું. આઈએલસીમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા એઝનીનિયર બિલ અયરેના કહેવા પ્રમાણે નાસા ઈચ્છતું હતું તેવા બુટ નહોતા બન્યા. તે સંપૂર્ણ રીતે રીચર્ડ એલિસના વિચારની ઉપજ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer